home share

કીર્તન મુક્તાવલી

(૧) હરિગુણ ગાતાં દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

લિવિંગ્ટનમાં ધનસુખભાઈના બંગલે યોજાયેલી સભાનો પ્રારંભ થયો ત્યારે ફક્ત ૧૦-૧૨ મુમુક્ષુઓ જ સામે બેઠેલા. છતાં સ્વામીશ્રીએ ‘હરિગુણ ગાતાં…’ એ ચોસર પર કેફથી વાત ઉપાડી કે:

“ભગવાનના ભક્ત ગમે તેવા દેશકાળ આવે પણ ભગવાનનું ભજન મૂકે જ નહીં. ભગવાનના ભક્તને શિર સાટે બધું રાખવું. ધર્મ મૂકીને ધન ભેગું કરવું નહીં. ‘ભક્તિ શિશતણું સાટું, આગળ વસમી છે વાટ્યું...’ દાદાખાચરને ઉપાધિ આવી છતાં ભગવાન સ્વામિનારાયણને ન મૂક્યા. તેમની દૃઢતા મોળી ન પડી. સોનું જેમ અગ્નિમાંથી પાર થાય છે તો તેની કિંમત અંકાય છે. તેમ જે બધાં કષ્ટોમાંથી પાર પડે તેની કિંમત અંકાય. તેને ભગવાનના અક્ષરધામનું સુખ વધુ મળે. ભગવાન સુખ કરવા માટે દુઃખ આપે છે. ભગવાનનું ભજન જો ન થાય તો શોક કરવો. મોટાપુરુષ આપણા સ્વભાવ લેવા અને ભગવાન આપવા પધાર્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૪૦૫]

(1) Hariguṇ gātā durijaniyāno dhaḍak na manmā dhārīe

Sadguru Muktanand Swami

In Livingston at Dhansukhbhai’s bungalow, only 10 or 12 people were present in the assembly. Nevertheless, Swamishri started explaining the kirtan ‘Harigun gātā...’:

“No matter what adversities a devotee of God faces, he is never deterred in his worship of God. A devotee of God should continue his worship, even if he loses his head. One should not earn wealth by forsaking one’s dharma. ‘Bhakti shishtanu sātu, āgal vasami chhe vātyu...’ (Devotion of God requires sacrificing one’s head, the path ahead is difficult...) Dada Khachar faced many adversities, yet he did not give up Bhagwan Swaminarayan. His firmness in Maharaj did not decrease. Just as when gold is tested with fire, its value is determined; similarly, one who treads difficult times, his value is known. He experiences greater bliss of Akshardham. God gives us (worldly) misery to give us (God’s) bliss. If one cannot worship God, then one should lament. The Mota Purush has come to take away our vices and give us God.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/405]

 

(૨) હરિગુણ ગાતાં દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

૧૯૭૪-૭-૨૭. નાયગ્રા ફૉલ્સ, કેનેડા. સૌએ રાત્રિના અંધકારમાં ધોધ પર ફેંકવામાં આવતાં રંગબેરંગી પ્રકાશના શેરડાથી ઊભી થતી અભિનવ અને આકર્ષક સૃષ્ટિ જોઈને જવા સ્વામીશ્રીને વિનંતી કરી. તેઓએ આ વાત સ્વીકારી, પણ હજી એ કાર્યક્રમને વાર હતી એટલે તરત બોલ્યા, “ચાલો, ભજન-કીર્તન કરીએ.” એમ પ્રતીક્ષા સમયના સદુપયોગનું આયોજન આપી દીધું અને નાયગ્રાના કિનારે કીર્તનની કકડાટી બોલવા માંડી. અજાયબીના ઓવારે અજાયબી સમાન વધુ એક દૃશ્ય સર્જાઈ રહ્યું.

ભજન-કીર્તન માટે સ્વામીશ્રી ઘાસના મેદાનમાં બેસવાની તૈયારી કરી રહેલા ત્યારે એક હરિભક્તે સમયસૂચકતા વાપરીને પોતાનો હાથરૂમાલ બેસવા માટે પાથરી દીધો. પણ સ્વામીશ્રીએ તેથી અધિક ત્વરાથી તે રૂમાલ પર ઠાકોરજીને પધરાવી દીધા. પુરબહાર ખીલેલી પ્રકૃતિમાં પણ, તેઓ પરમાત્મામાં જ રમમાણ છે તેનું આ દર્શન સૌને અજાયબી સમાન જ લાગ્યું. સૌએ તેને ચિરંતન કરવા કૅમેરાને કામે લગાડી દીધો.

કીર્તન-ભક્તિમાં નિમગ્ન સ્વામીશ્રીએ થોડી વારે ‘હરિગુણ ગાતાં...’ પદ પર વાત ઉપાડી કે: “લાખો માણસ અહીં જોવા આવે છે પણ આ ધોધના બનાવનાર ભગવાન છે. જ્ઞાન થાય તેને એ સમજાય ને આનંદ આવે. શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે, ‘આ પાંદડું કોણ હલાવે છે?’ બ્રહ્મચારી કહે, ‘પવન.’ ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું, ‘પવનને કોણ હલાવે છે?’ ત્યારે બ્રહ્મચારી બોલ્યા, ‘ભગવાન.’ તેમ ભગવાનને જ જે સર્વકર્તા માને તેને જગતના કોઈ પદાર્થમાં આશ્ચર્ય થાય નહીં. કારણ, તે ભગવાનનું જ કાર્ય છે. ભગવાનને જોવા થકી જે આનંદ થાય તે બીજાથી ન થાય... ન્યૂયોર્કમાં મંદિર થયું. હવે કેનેડા જાગ્યું છે. સંતો વારાફરતી અહીં આવશે. આ દેશમાં સો (સંતો) ફરશે. આ વાત સમજાય તેમ નથી. પણ મહારાજ-સ્વામીનું જ્ઞાન બધે પ્રવર્તશે. આ કેનેડાનું ધાર્યું હતું? પણ આવી ગયા. તેમ જાપાન પણ જઈશું. જાપાનમાં પણ જાગશે. ગાયો લીલું જોઈને ચરવા જાય તેમ ભક્તો જોઈને સંતો ત્યાં જાય છે. સ્વામી કહેતા: ‘બધા દેશોમાં મહારાજ-સ્વામીનો મહિમા ગાવો છે.’ કંઠી, માળા વગેરેના ૬૫ ડૉલર કસ્ટમવાળાએ લીધા. પરચો થયો. ભલે, તેનું સારું થશે. આપણે ભગવાન ભજી લેવા.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૪૫૩]

(2) Hariguṇ gātā durijaniyāno dhaḍak na manmā dhārīe

Sadguru Muktanand Swami

July 27, 1974. Niagra Falls, Canada. At night, everyone requested Swamishri stay to see the spectacular lights attraction, where colorful lights were thrown on the falling water causing it to appear colorful. However, there was some time before the attraction started, so Swamishri said, “Let’s sing devotional kirtans.” In this manner, Swamishri used his time wisely in the worship of God. Even at the heels of a natural wonder, Swamishri was engrossed in worship of the eternal wonder.

Swamishri was about to sit on the grass before the singing started. One devotee immediately spread a handkerchief for Swamishri to sit on. However, Swamishri impulsively put Thakorji on the handkerchief instead. Everyone were awed at how Swamishri maintains an unbroken connection with Thakorji.

Swamishri then started explaining the meaning of ‘Harigun gātā...’: “Hundreds of thousands of people come to see these waterfalls, but the creator of these falls in God. One who gains this knowledge will understand and experience joy. Shriji Maharaj asked Mulji Brahmachari, ‘Who makes the wind blow?’ Brahmachari said, ‘God.’ Similarly, one who believes God is the inspirer of all will not be awestruck by objects of this world. Why? Because God is behind the creation of these objects. The bliss one gains from seeing God is not found by seeing anything else... We have a mandir in New York now. Canada is now waking up. Sadhus will come here by turns. One hundred sadhus will travel in this country. No one will be able to understand this talk. But the knowledge of Maharaj and Swami will spread everywhere. Did we imagine it would spread to Canada? Yet, here we are. And we will go to Japan and Japan will wake up. Just as cows see the greenery and graze there, similaraly, sadhus go to where there are devotees. Swami used to say: ‘We want to spread the greatness of Maharaj and Swami in all of the countries.’ The customs officers took 65 dollars for our kanthis and mālās. That was a miracle. No big deal. Something good will happen to them. We should worship God.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/453]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase